માળીયા: માળીયા મિયાણા પંથકના ગૌહત્યાના બનાવમાં સંડોવાયેલા બે આરોપીઓને પાસા તળે જેલ હવાલે કરાયા
Maliya, Morbi | Apr 16, 2025 મોરબી તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાંથી માલધારી લોકો પાસેથી ગાયો ચરાવવાના નામે લઈ જઈ બાદમાં ગાયોની કતલ કરી નાખનાર આરોપી અયુબભાઇ જાનમામદભાઇ મોવર રહે. કાજરડા તેમજ ફીરોજભાઇ મહેબુબભાઇ કટીયા રહે.કાજરડા વાળા વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ પાસા દરખાસ્ત કરતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા દરખાસ્ત મંજુર કરવામાં આવતા માળીયા મિયાણા પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી અનુક્રમે સુરત તેમજ ભાવનગર જેલમાં ધકેલી દીધા હતા.