શહેરા: શહેરાના જાગેશ્વર મંદિર પાસે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે વોર્ડ નં.3 ના ભાજપ ઉમેદવારો માટે જાહેર સભા યોજી હતી.
ગુરુવારના રોજ શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે શહેરા નગરના જાગેશ્વર મહાદેવ મંદિર પાસે શહેરા નગરપાલિકા વોર્ડ નંબર-3 ના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભા સંબોધી હતી.આ સભામાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે આગામી 26મી એપ્રિલે કમળના નિશાન સામેનું બટન દબાવીને “વોર્ડ નં.3 ના ભાજપના ત્રણેય ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા ઉપસ્થિત સૌને અપીલ કરી હતી.