શહેરા: શહેરા પોલીસ સ્ટેશનમાં બકરી ઈદના તહેવારને લઈ સામાજિક આગેવાનોની શાંતિ સમિતિની બેઠક મળી હતી
આગામી દિવસોમાં આવી રહેલા બકરી ઈદના તહેવારને અનુલક્ષીને શહેરા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એચ.વી.સિસારાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી,જેમાં હિન્દૂ - મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૌને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.