PF ખાતાધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હવે EPFO સભ્યોને UPI દ્વારા PFના પૈસા ઉપાડવાની સુવિધા આપવાની તૈયારી કરી રહ્યું છે. આ નવી વ્યવસ્થા શરૂ થશે તો ફોનપે, ગૂગલ પે અને BHIM જેવી એપ દ્વારા પણ રકમ મેળવવાનો રસ્તો સરળ બની શકે છે. અહેવાલો અનુસાર, પાત્ર સભ્યો પોતાના PF બેલેન્સના 75 ટકા સુધીની રકમ ઉપાડી શકશે. જ્યારે બાકીના 25 ટકા પૈસા ખાતામાં જાળવી રાખવાના રહેશે. હાલમાં PF ઉપાડવા માટે ઓનલાઈન ક્લેમ કર્યા બાદ તેની ચકાસણી અને બેંક ખાતામાં રકમ જમા થવાની રાહ જોવી પડે છે. નવી સુવિધાનો હેતુ આ પ્રક્રિયાને વધુ ઝડપી અને સરળ બનાવવાનો છે. આ માટે EPFO UAN પોર્ટલને UPI સાથે જોડવાની દિશામાં કામ કરી રહ્યું છે. અહેવાલો મુજબ, ડિસેમ્બર 2026ના અંત સુધીમાં આ સુવિધા શરૂ થવાની શક્યતા છે. જોકે, હાલ આ વ્યવસ્થા તૈયારી અને ટ્રાયલના તબક્કામાં હોવાનું કહેવાય છે. સુવિધા ક્યારે શરૂ થશે અને કયા નિયમો લાગુ પડશે તેની સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે.
#epfo #pfwithdrawal #upi #pfrules #humdekhengenews
Ahmadabad City, Ahmedabad | Oct 13, 2026