અમદાવાદમાં નવરાત્રિની ઉજવણીની એક અનોખી પહેલ સામે આવી છે, જ્યાં ઉત્સવની ભવ્યતા કરતાં લોકોના પ્રેમ, લાગણી અને સહયોગને વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. ‘કિંમત નહીં, મૂલ્ય આંકો’ના સંદેશ સાથે નવશક્તિ નવરાત્રી 2026 એક એવી નવરાત્રિનું નિર્માણ કરી રહી છે, જ્યાં ન તો કોઈ સ્પોન્સર છે કે ન તો કોઈ એન્ટ્રી ફી. આ ઉત્સવનો સાચો આધાર છે લોકોનો વિશ્વાસ, સહકાર અને માતાજી પ્રત્યેની અખૂટ શ્રદ્ધા. પોતાની આ નવરાત્રિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા માટે નવશક્તિ પરિવાર દ્વારા લોકોને QR કોડ સ્કેન કરીને અનુદાન આપવા અપીલ કરવામાં આવી રહી છે. કારણ કે અહીં મહત્ત્વ રકમનું નહીં, પરંતુ ભાવનાનું છે.
#navshaktinavratri #navratri2026 #ahmedabad #garba #humdekhengenews