હાલોલ: તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત અરજદારોના ગુમ થયેલા 14 મોબાઇલ શોધી પરત કરતી હાલોલ ટાઉન પોલીસ
હાલોલ DYSP વી.જે.રાઠોડ તેમજ હાલોલ ટાઉન પોલીસ PI આર.કે.દેસાઈની સૂચના હેઠળ તેરા તુજકો અર્પણ અંતર્ગત પંથકમાં લોકોના ગુમ થયેલા મોબાઈલ ગુમ થયેલી અરજીઓને લઇ સર્વેલન્સ ટીમના પોલીસ કર્મચારીઓએ ટેકનિકલ રીતે તપાસ હાથ ધરી શોધી આપી તેઓને પોલીસના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ટાઉન પોલીસે 14 અરજદારોના ફૂલ 2,96,981 રૂ.ના મોબાઈલ પરત આપતા અને તેઓના મોબાઈલ પરત મળતા અરજદારોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો