શહેરા: છાણીપ ચોકડી નજીક આઇસર ટેમ્પોમાં આગ લાગતા ઘાસ ભરેલો ટેમ્પો બળીને ખાખ
શહેરા તાલુકામાં છાણીપ ચોકડીથી રેણાં જતા રોડ પર ઘાસ ભરેલા આઇસર ટેમ્પોમાં અચાનક આગ ફાટી નીકળી હતી. નરસાણા ગામનો ચાલક દિલીપ પૂજાભાઈ વણકર સૂઢીયાથી ઘાસના પૂડા ભરી ભામૈયા જઈ રહ્યો હતો ત્યારે ટેમ્પોના એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને જોતજોતામાં આખા ટેમ્પોમાં આગ પ્રસરી ગઈ. ચાલકે સમયસૂચકતા વાપરી તુરંત કૂદી પડતાં તેનો આબાદ બચાવ થયો. ઘટનાની જાણ થતાં ગોધરા ફાયર વિભાગ અને 112ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.