દાહોદ જિલ્લાના ધાનપુરના લુખડિયા સ્થિત EMRS શાળામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પ્રાથમિક સારવાર અંગે તાલીમ યોજાઈ
*૧૦૮ ટીમ અને આરોગ્ય વિભાગ દ્વારા ૩૫૨ વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફના સભ્યોને વ્યવહારુ તાલીમ વ્યવહારુ તાલીમ આપવામાં આવી*
૦૦૦
દાહોદ,
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના લુખડિયા ગામે આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS) ખાતે ૧૦૮ ઈમરજન્સી સેવા તથા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પ્રાથમિક સારવાર (First Aid) વિષય પર એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ સત્ર દરમિયાન શાળાના કુલ ૩૫૨ વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફના સભ્યોને કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ તેમજ અચાનક આવી પડતી શારીરિક અકસ્માત કે બીમારીની સ્થિતિમાં કઈ રીતે તાત્કાલિક મદદ પહોંચાડવી તે અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ૧૦૮ અને આરોગ્ય ટીમ દ્વારા આપાતકાલીન પરિસ્થિતિમાં દર્દી કે ઇજાગ્રસ્ત વ્યક્તિનો જીવ બચાવવા માટે
Dohad, Dahod | Oct 4, 2026