દાહોદ તાલુકાના બોરડી ગામ તરફથી દાહોદ એલસીબી પોલીસે એક ટેમ્પામાંથી વિદેશી દારૂનો રૂપીયા ૩,૮૪,૧૪૮ના પ્રોહી જથ્થા સાથે ટેમ્પાની કિંમત મળી પોલીસે કુલ રૂપીયા ૧૩,૮૯,૧૪૮ના મુદ્દામાલ સાથે ટેમ્પાના ચાલકની પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
દાહોદ દાહોદ એલસીબીને મળેલ બાતમીના આધારે પોલીસ ગતરોજ દાહોદના બોરડી ગામે જતાં રસ્તા પર પેટ્રોલીંગમાં નીકળી હતી ત્યારે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ટેમ્પો પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ટેમ્પા પાસે જઈ ટેમ્પાના ચાલક સોનુ ભેરૂભાઈ નાથુભાઈ કટારા (રહે.મધ્યપ્રદેશ)નાની પોલીસે પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ટેમ્પાની તલાસી લેતાં તેમાંથી પોલીસે વિદેશી દારૂની પેટીઓ નંગ.૯૯ જેમાં બોટલો નંગ.૨૮૦૪ કિંમત રૂપીયા ૩,૮૪,૧૪૮ના પ્રોહી જથ્થા સાથે ટેમ્પાની કિંમત મળી પોલીસે કુલ રૂપીયા ૧૩,૮૯,૧૪૮ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત ટેમ્પાના ચાલક વિરૂધ્ધ દાહોદ એલસીબી પોલીસે પ્રોહીબીશનનો ગુનો
Dohad, Dahod | Oct 4, 2026