દાહોદ જિલ્લાના ગોવિંદગુરૂ લીમડી નગરમાં એક ઈસમ દ્વારા એક મહિલાની મિલ્કત ઉપર બારોબાર લોન લઈ વિશ્વાસઘાત છેતરપીંડી કરતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગોવિંદગુરૂ લીમડી નગરમાં ગોધરા રોડ વિસ્તારમાં રહેતાં શીતલબેન રીપલકુમાર પટેલે ગોવિંદગુરૂ લીમડી નગરમાં રહેતાં કાંતિલાલ સોહનલાલ તેલી પાસેથી ગોવિંદગુરૂ લીમડી નગરમાં આવેલ સી.સ.નં.૪૫૭વાળી જમીન જેનુ ક્ષેત્રફળ ૧૧૧.૪૨ ચો.મી. છે તે પ્લોટ નંબર ૩૧વાળી મિલ્કત ગત તારીખ ૦૩.૧૦.૨૦૨૦ના સમયગાળા દરમ્યાન રૂપીયા ૮,૮૦,૦૦૦માં વેચાણ લીધો હતો. અને વેચાણ દસ્તાવેજમાં મિલ્કત ઉપર કોઈપણ પ્રકારનો બોજાે કે ગીરો, બક્ષીસ, ટાંચમાંયા બીજી કોઈ પણ રીતે મુકેલ નથી અને કોઈપણ બીજા વ્યક્તિનો ભાગ હિસ્સો નથી તેવી ખાતરી વેચાણ દસ્તાવેજમાં આપેલ જેથી આ મિલ્કત શીતલબેન પટેલે દિપશિખાબેન જીતેન્દ્રભાઈ જૈનને વેચાણ આપી દીધેલ હતી. અને મિલ્કત ઉપર કાંતિલાલ તેલીએ બજાજ ફાઈનાન્સમાંથી લોન લીધેલ જેની જાણ શીતલબેન પટેલને કર�
Dohad, Dahod | Oct 4, 2026