હાલોલ: યાત્રાધામ પાવાગઢ વિસ્તારમાં દીપડાની હલચલથી સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ
યાત્રાધામ પાવાગઢ નજીકના જંગલ વિસ્તારમાં ફરી એકવાર દીપડો દેખાતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.જંગલ વિસ્તાર તેમજ છાસિયા તળાવ આસપાસના વિસ્તારમાં તા.2 મે શનિવારના રોજ દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો.સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે દીપડો સાંજના સમયે નિર્ભય રીતે ફરી રહ્યો હતો. આ દૃશ્યો ત્યાં હાજર કેટલાક લોકોએ પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કર્યા હતા.