અમદાવાદમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ રસ્તા સમારકામની કામગીરીની ગુણવત્તા પર સવાલો ઊભા કર્યા છે. જોધપુર વિસ્તારમાં થોડા દિવસ પહેલાં સમારકામ કરાયેલા રસ્તા પર વરસાદ બાદ એક ભારે ટ્રક ફસાઈ જતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, અહીં થોડા દિવસ પહેલાં ડાયવર્ઝન આપી રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું હતું. જોકે, કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય ધોરણો મુજબ કામગીરી ન કરવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. વરસાદથી રસ્તો ભીનો થતાં જ તેની સપાટી નબળી પડી ગઈ અને ત્યાંથી પસાર થતો ટ્રક રસ્તામાં ફસાઈ ગયો હતો.
પ્રથમ વરસાદમાં જ રસ્તાની આવી હાલત સામે આવતા શહેરમાં થઈ રહેલા વિકાસકાર્યોની ગુણવત્તા અને જવાબદારી અંગે અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિકો દ્વારા જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.
(News, Amdavad, CurrentAffairs, Monsoon, Citynews)
#news #amdavad #currentaffairs #monsoon #citynews