હાલોલ: અગ્નિવીરની તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરેલા યુવાનનું હાલોલમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ
હાલોલમાં તા.6 જુલાઈ સોમવારના રોજ દેશભક્તિ અને ગૌરવનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. હાલોલના વાવડી ગામના એક આશાસ્પદ યુવાને ભારતીય સેનામાં 'અગ્નિવીર' તરીકેની પોતાની 6 મહિનાની કપરી તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તાલીમ પૂરી કરીને પોતાના વતન પરત ફરતા જ સમગ્ર ગ્રામજનો અને હાલોલ શહેરમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું અને તેમનું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું.