સુરતમાં અંધશ્રદ્ધાના નામે દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે
સિંગણપોર પોલીસે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવી માતાજીના સેવક હોવાનો ઢોંગ રચતા નરેશ ચૌહાણ નામના ભૂવાની ધરપકડ કરી છે.
નરાધમ ભૂવાએ યુવતીને હોટેલમાં બોલાવી પ્રસાદના બહાને નશીલો પદાર્થ ખવડાવી બેભાન કરી બળાત્કાર ગુજાર્યો હતો.
ભાનમાં આવ્યા બાદ યુવતીને કોઈને ન કહેવા માટે તેના ન્યૂડ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હતો.
પીડિતાએ હિંમત દાખવી સિંગણપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આ ઢોંગીએ અન્ય કોઈ મહિલાઓને શિકાર બનાવી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે....
Udhna, Surat | Jun 22, 2026