🚨 સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગનો બનાવ! 🚨
એક જ પરિવારના પાંચ સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર, 5 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
🍽️ શીતલ રેસ્ટોરન્ટમાંથી જમવાનું મંગાવ્યા બાદ પરિવારની તબિયત લથડી
👨👩👧👧 માતા-પિતા સહિત બે બાળકીઓને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
💔 સારવાર દરમિયાન 5 વર્ષની આર્યા નામની બાળકીનું મોત
શનિવારે રાત્રે જમવાનું મંગાવ્યા બાદ પરિવારના સભ્યોની તબિયત બગડી હોવાનું સામે આવ્યું છે. પરિવારના તમામ સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
⚠️ બે બાળકીઓ સહિત માતા-પિતાની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઘટનાને પગલે ફૂડ પોઈઝનિંગ અંગે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવાની માંગ ઉઠી છે.
📍 વરાછા, સુરત
#Surat #Varachha #FoodPoisoning #SuratNews #BreakingNews
Udhna, Surat | Aug 18, 2026