હાલોલ: પ્રાકૃતિક ખેતી કરતા નાના ખેડૂતોના ઉત્થાન માટે નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે ત્રિવેણી સંગમ,વિશેષ બેઠક યોજાઈ
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતી કરી રહેલા નાના અને ગરીબ ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા અને તેમના ઉત્પાદનોને યોગ્ય બજાર મળી રહે તે માટે એક મહત્વપૂર્ણ મુલાકાત અને ચર્ચાનું આયોજન તા.28 મે ગુરુવારના રોજ કરવામાં આવ્યું હતું.ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી,હાલોલ ખાતે પર્યાવરણ અને કૃષિ ક્ષેત્રે કાર્યરત ત્રણ અગ્રણી સંસ્થાઓના પ્રતિનિધિઓએ સંયુક્ત મુલાકાત લીધી હતી.