પહેલા નોરતે માતાનામઢમાં ભક્તોનું ઘોડાપુર ,5 દિવસમાં 3 લાખ ભાવિકોએ માં આશાપુરાના દર્શન કર્યા
કચ્છના માતાનામઢ ખાતે આસો નવરાત્રિ પહેલાં જ માં આશાપુરાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. છેલ્લા પાંચ દિવસમાં અંદાજે 3 લાખ માઈભક્તોએ માતાજીના દર્શન કર્યા છે. શનિવારે વહેલી સવારથી મંદિરના દ્વાર ખુલતાં જ દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. આજે પ્રથમ નોરતાની સાથે રવિવાર હોવાથી માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં હજુ પણ ભાવિકો ઉમટવાની શક્યતા છે.
#kutch #matanamadh #maaashapura #ashapura #deshdevi
Bhuj, Kutch | Oct 11, 2026