ઘોઘંબા: ઘોઘંબામાં LCBની નાકાબંધી: ₹૪.૧૩ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ઇકો ગાડી ઝડપાઈ, એક શખ્સની ધરપકડ
પંચમહાલ LCB એ પ્રોહિબિશનનો મોટો કેસ શોધી કાઢ્યો છે. ચોક્કસ બાતમીના આધારે ઘોઘંબા તાલુકાના ખરખડીની મુવાડી પ્રાથમિક શાળા નજીક નાકાબંધી કરી હતી.પોલીસે ત્યાંથી પસાર થતી એક સફેદ કલરની ઇકો ગાડીને અટકાવી તપાસ કરતા તેમાંથી ગોવા સ્પિરીટ વ્હીસ્કીના કુલ ૧૭૭૬ નંગ ક્વાટરિયા મળી આવ્યા હતા, જેની કિંમત ₹૪,૧૩,૮૦૮ છે. પોલીસે ₹૩ લાખની ઇકો ગાડી અને દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી, આરોપી અતુલભાઈ અંદરસિંહ રાઠવાને ઝડપી લીધો છે. આ અંગે રાજગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક