દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજમાં અત્યાધુનિક IVF સેન્ટરનો શુભારંભ, વંધ્યત્વની સમસ્યાનો સામનો કરતા દંપતીઓને મળશે રાહત
દાહોદ શહેર સહિત સમગ્ર જિલ્લાના વંધ્યત્વની સમસ્યાનો સામનો કરી રહેલા દંપતીઓ માટે આશાનું નવું કિરણ પ્રગટ્યું છે. દાહોદ સ્થિત ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક IVF એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ નવી સુવિધાથી હવે સંતાનપ્રાપ્તિની આશા રાખતા દંપતીઓને દાહોદમાં જ આધુનિક પ્રજનન સારવાર મળી શકશે.
આ સેન્ટરનો શુભારંભ કોલેજ એન્ડ હોસ્પિટલના ડીન તથા સીઈઓ પ્રોફેસર ડૉ. સંજય કુમાર અને ડૉ. જય શેઠ સહિત હોસ્પિટલના તબીબી અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. ડૉ. જય શેઠ એમબીબીએસ, એમએસ અને જર્મનીથી IVF સંબંધિત ડિપ્લોમા ધરાવે છે.
ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવેલા આ સેન્ટરનો મુખ્ય હેતુ વંધ્યત્વની સમસ્યાથી પીડાતા દંપતીઓને ગુણવત્તાયુક્ત, સુવિધાજનક અને રાહતદરે સાર