દાહોદ જિલ્લામાં ટીબીના ઝડપી નિદાન માટે 9 સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં નવી ટ્રુનાટ મશીનો સ્થાપિત
દાહોદ જિલ્લામાં ટીબી મુક્ત ભારત અભિયાનને વધુ વેગ આપવા અને ક્ષયરોગના શંકાસ્પદ દર્દીઓનું ઝડપી નિદાન સુનિશ્ચિત કરવા આરોગ્ય વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. જિલ્લાના નવ સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં નવી ટ્રુનાટ મશીનોનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત અને જિલ્લા ક્ષય અધિકારી ડૉ. આર.ડી. પહાડિયાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી છે. દુધિયા, ઢઢેલા, કતવારા, કદવાળ, મીરાખેડી, પેથાપુર, બલૈયા, અગાસવાણી અને જેસાવાડા ખાતે નવી ટ્રુનાટ મશીનો સ્થાપિત કરવામાં આવી છે.
આ મશીનોની મદદથી ટીબીના શંકાસ્પદ દર્દીઓનું વહેલી તકે નિદાન કરવામાં મદદ મળશે. પરિણામે દર્દીઓને સમયસર સારવાર શરૂ કરી શકાય અને રોગના ફેલાવાને નિયંત્રિત કરવાના પ્રયાસોને વધુ અસરકારક બનાવી શકાય. આ સુવિધાથી સ્થાનિક આરોગ્�