દાહોદના કંબોઈ ગામે 9 ફૂટ લાંબા વિશાળ અજગરનું રેસ્ક્યુ, વન વિભાગની મદદથી કુદરતી આવાસમાં મુક્ત કરાયો
દાહોદના કંબોઈ ગામમાં નેચર હેલ્પ ફાઉન્ડેશનની ત્રણ સભ્યોની ટીમ દ્વારા 9 ફૂટ લાંબા અને આશરે 12 કિલો વજન ધરાવતા વિશાળ અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વન વિભાગના સહયોગથી અજગરને સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, કંબોઈ ગામના રહેવાસી રાકેશભાઈ મગનભાઈ પોતાના ઘરની પાછળ આવેલા ખેતરમાં હતા. તે દરમિયાન ખેતરમાં કોઈ અવાજ કે હલચલ સંભળાતાં તેમણે તપાસ કરી હતી. તપાસ દરમિયાન તેમને એક મોટો અજગર દેખાતાં આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા.
આ અંગે ગામના એક જાગૃત નાગરિકે દાહોદના નેચર હેલ્પ ફાઉન્ડેશનને ટેલિફોનિક જાણ કરી હતી. માહિતી મળતાં જ ફાઉન્ડેશનની ત્રણ સભ્યોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સાવચેતીપૂર્વક અજગરનું રેસ્ક્યુ કર્યું હતું.
આ સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને પણ કરવામ�