દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને ‘મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના’ અંતર્ગત આગોતરા આયોજન અને યોજનાકીય કામગીરીની સમીક્ષા માટે બેઠક યોજાઈ
બેઠકમાં યોજનાના અમલીકરણ, જિલ્લાને ફાળવવામાં આવેલી ગ્રાન્ટ અને તેના યોગ્ય ઉપયોગ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
યોજના હેઠળ ખેડૂતોની આજીવિકા વધારવા માટે આપવામાં આવતા દૂધાળા પશુઓ અને બકરાંના વિતરણની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ સિંચાઈની સુવિધા માટે મંજૂર કરાયેલા વ્યક્તિગત કૂવાઓ અંગે તાલુકાવાર લાભાર્થીઓની સંખ્યા અને ફાળવવામાં આવેલી રકમની પણ સઘન સમીક્ષા કરવામાં આવી હતી.
આ ઉપરાંત વર્ષ 2024 અને 2025 દરમિયાન યોજના હેઠળ હાથ ધરાયેલા વિકાસકામોની સ્થિતિની ચકાસણી કરવામાં આવી હતી. તેમાં કેટલાં કામો પૂર્ણ થયાં છે, કેટલાં પ્રગતિ હેઠળ છે અને કેટલાં કામોને મંજૂરી આપવામાં આવી છે તેની વિગતોની સમીક્ષા કરવામાં આવી હતી.
કલેક્ટર સુરભી ગૌતમે સંબં�