માંડવી: માંડવી નગરપાલિકાની ધારાસભ્ય અનિરુદ્ધ ભાઈ દવેની મુલાકાત
Mandvi, Kutch | Jul 19, 2026 વિકાસકાર્યોની સમીક્ષા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ માંડવી નગરપાલિકાની મુલાકાત લઈને તમામ નગરસેવકો અને નગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ શહેરના વિકાસ, સ્વચ્છતા અને નાગરિક સુવિધાઓને વધુ અસરકારક બનાવવા માટે વિશેષ કામગીરી હાથ ધરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.