કાલોલ: ઓમ કલાવૃંદના સૂર અને તાલે કાલોલના મહાકાળી યુવક ગરબામાં સાતમા દિવસે જામી ભારે ભીડ
કાલોલના ડેરોલ સ્ટેશન રોડ પર આવેલી કાછિયાની વાડી ખાતે શ્રી મહાકાળી યુવક મંડળ દ્વારા આયોજિત 'મહાકાળી યુવક ગરબા મહોત્સવ'માં નવરાત્રીના સાતમા દિવસે ખેલૈયાઓ અને માઈભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સાતમા નોરતે ગરબાના પરિસરમાં અદભુત માહોલ વચ્ચે મોટી સંખ્યામાં નગરજનો અને ભક્તોની ભીડ ઉમટી પડી હતી. આજના ગરબા મહોત્સવનું મુખ્ય આકર્ષણ પ્રખ્યાત 'ઓમ કલાવૃંદ'ના સૂરીલા સૂર અને તાલ રહ્યા હતા. ઓમ કલાવૃંદના કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા મધુર ગરબા