હાલોલ: હાલોલ રૂરલ પોલીસે પ્રોહીબિશન ના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપીને સતી તલાવડી પાસેથી ઝડપી પડાયો.
હાલોલ રૂરલ પોલીસના પીઆઇ વી.એચ.જાડેજાએ સર્વેલન્સ ટીમને જરૂરી સૂચનાઓ આપી હતી.તે મુજબ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ વિસ્તારમા પેટ્રોલિંગમાં જતી દરમ્યાન બાતમી મળી કે પ્રોહિબિશનના ગુનાનો આરોપી હિંમતસિંહ પરમાર સતી તલાવડી ખાતે પોતાના ઘરે હાજર છે. બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા આરોપી પોતાના ઘરે મળી આવ્યો હતો. પોલીસે તેને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.