આણંદ: ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 17 અરજદારો દ્વારા 42 ઉમેદવારીપત્રો મેળવવામાં આવ્યા
Anand, Anand | Apr 4, 2026 * 111 - ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 અત્યાર સુધીમાં કુલ 17 અરજદારો દ્વારા 42 ઉમેદવારી પત્રો મેળવવામાં આવ્યા છે.111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે તા. 23 મી એપ્રિલ ના રોજ મતદાન થનાર છે. તે માટે 111- ઉમરેઠ વિધાનસભાના ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તારીખ 30 માર્ચના રોજ ઉમેદવારી પત્ર ભરવા માટે નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.