કાલોલ: મલાવ સામુહિક આરોગ્ય કેન્દ્રની અચાનક મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરતાં સાંસદ રાજપાલસિંહ જાદવ
કાલોલ તાલુકાના મલાવ ગામે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રની સાંસદ રાજપાલસિંહ જાદવ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને આપવામાં આવતી સારવાર તેમજ ઉપલબ્ધ આરોગ્ય સેવાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.