વલસાડના એક એવા ગામની, જેનું અસ્તિત્વ હાલ ભયજનક રીતે જોખમમાં મુકાઈ ગયું છે. વલસાડના દરિયાકાંઠે આવેલું 'મોટી દાંતી' ગામ ધીમે ધીમે દરિયામાં સમાઈ રહ્યું છે. દરિયાના રૌદ્ર સ્વરૂપે ખેડૂતો પાસેથી તેમની આજીવિકા અને ગામજનો પાસે પોતાના ઘર છીનવી લીધા છે. આશ્ચર્યની વાત એ છે કે, જે જમીન દરિયામાં ગરકાવ થઈ ગઈ છે, તે સરકારી ચોપડે હજુ પણ અકબંધ છે! ગામજનો પાસે જમીનના નામે માત્ર 7/12 ની નકલ જ બચી છે, પણ ભૌતિક રીતે કોઈ જમીન જ અસ્તિત્વમાં નથી.
વિઓ 01 : દરિયાની ગર્જના મોટી દાંતી ગામના લોકો માટે હવે ડરામણી બની ગઈ છે. એક સમયે જ્યાં લીલીછમ ખેતી થતી હતી અને ગામજનો જ્યાં રહેતા હતા, ત્યાં આજે માત્ર દરિયાના ખારા પાણી જ ઘૂઘવી રહ્યા છે. ક્લાઈમેટ ચેન્જ અને દરિયાઈ પ્રવાહોમાં આવેલા બદલાવના કારણે દરિયાઈ કાપ અને ધોવાણ વધ્યું છે. સ્થાનિકોના દાવા મુજબ, અત્યાર સુધીમાં ગામની અંદાજે 348 હેક્ટર જેટલી અમૂલ્ય અને વંશ-પરંપરાગત જમીન દરિયાએ ગળી લીધી છે. ખેડૂતોની સૌથી મોટી પીડા એ છે કે જમ�
Valsad, Valsad | Jun 20, 2026