રામોલ વિસ્તારમાં વિશ્વાસઘાત અને ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ન્યૂ મણિનગરની જયનમ સિટીમાં રહેતી એક નર્સના ઘરમાં તેની જ મહિલા મિત્રના પતિ મહેશ પંચાલે હાથફેરો કર્યો છે. આરોપીએ ઘરમાંથી ₹૧.૫૦ લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ ભોગ બનનાર મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.