રાપર: રાપર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી..
Rapar, Kutch | Apr 9, 2026 ગુજરાતમાં તોળાઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે કચ્છ જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી. કે. હુંબલ દ્વારા રાપર તાલુકાના કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી વિધિવત રીતે જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં જિલ્લા પંચાયતની ૩ અને તાલુકા પંચાયતની ૪ બેઠકો માટેના મૂરતિયાઓના નામ જાહેર કર્યા છે..