રાપર: રાપર તાલુકામાં ચૂંટણી પૂર્વે પોલીસ એક્શનમાં: અટકાયતી પગલાં અને સઘન ચેકિંગ શરૂ
Rapar, Kutch | Apr 10, 2026 આગામી ચૂંટણીને અનુલક્ષીને રાપર તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સમગ્ર તાલુકામાં સઘન ચેકિંગ, વાહન ડિટેઈન અને અટકાયતી પગલાંની ઝુંબેશ તેજ કરવામાં આવી છે.ગાગોદર વિસ્તારમાં ૧૭ લાયસન્સવાળા હથિયારો જમા કરાવાયા છે. ૨૩ શંકાસ્પદ તત્વો સામે પ્રતિબંધાત્મક કાર્યવાહી કરાઈ છે.