ગણેશ વિસર્જનને લઈ રાજગઢ પોલીસની જનજાગૃતિ
PI એમ.બી. ગઢવીએ ગણેશ મંડળોને તકેદારી રાખવા અપીલ કરી
ઘોઘંબા તાલુકામાં આવતીકાલે યોજાનાર ગણેશ વિસર્જનને લઈને રાજગઢ પોલીસ દ્વારા સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજગઢ પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.બી. ગઢવીએ તાલુકાના વિવિધ ગણેશ વિસર્જન યુવક મંડળોના આયોજકો અને સભ્યોને વિસર્જન દરમિયાન જરૂરી તકેદારી રાખવા અપીલ કરી હતી.
#ghoghambalive #panchmahal #ganeshutsav #visarjan #ghoghamba