અંજાર: જન્મોત્રી સોસાયટીમાં રહેતા મહિલાનું બે તોલાનું મંગળસૂત્ર ગાયબ; તપાસ દરમિયાન અન્ય બે સોનાની ચેઇન ચીલઝડપનો બનાવ બહાર આવ્યો
Anjar, Kutch | Mar 30, 2026 અંજારની જન્મોત્રી સોસાયટીમાં રહેતા ભાવનાબેન પ્રજાપતિ ગતરોજ પતિ સાથે ભચાઉ તાલુકાના વોંધ સ્થિત રામદેવપીર મંદિરે દર્શનાર્થે ગયા હતા.દર્શન કર્યા બાદ જ્યારે તેઓ બહાર ખરીદી કરી રહ્યા હતા,ત્યારે કોઈ અજાણ્યા તસ્કરે તેમના ગળામાંથી આશરે બે તોલાનું સોનાનું મંગળસૂત્ર સેરવી લીધું હતું.આ મંગળસૂત્રની અંદાજિત કિંમત ₹1,90,000 જેટલી થાય છે. દંપતીએ મંદિર પરિસરમાં તપાસ કરી,મંગળસૂત્ર મળી નહીં પણ જાણવા મળ્યું કે તે જ સમયે અન્ય બે મહિલાઓની સોનાની ચેઈન પણ ચોરાઈ હતી.