શહેરા: પંચમહાલ ડેરીની મુલાકાત બાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈએ ડેરીના કર્યા વખાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના કાર્યકાળ નિમિત્તે પંચમહાલમાં યોજાયેલી 'પ્રગતિ પથ યાત્રા' દરમિયાન પંચમહાલ ડેરીની મુલાકાત લીધા બાદ પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ એ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં થઈ રહેલા કાર્યો અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અપનાવેલી આધુનિક ટેકનોલોજીની પ્રશંસા કરી હતી,સાથે દૂધના પૈસા પશુપાલકોના ખાતામાં જમા થતાં હોવાની સારી કામગીરીને લઈ તેમણે ડેરીના વહીવટને અભિનંદન પાઠવ્યા હતા.