રાપર: રાપર એસટી ડેપો દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો: સામખિયાળી અને મહેસાણા માટે નવા લોકલ રૂટ શરૂ
Rapar, Kutch | Apr 4, 2026 સરહદી વાગડ પંથકના મુસાફરોની સુવિધામાં વધારો કરતા રાપર એસટી ડેપો દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેપો દ્વારા સામખિયાળી રેલવે સ્ટેશન અને મહેસાણા માટે નવા લોકલ બસ રૂટ શરૂ કરવામાં આવ્યા છે, જેનાથી ખાસ કરીને 'વંદે ભારત' ટ્રેનના મુસાફરો અને લાંબા અંતરની મુસાફરી કરતા લોકોને મોટી રાહત મળશે.