ભાવનગર: કોંગ્રેસ સમિતિ દ્વારા વરતેજ ખાતેથી કલેકટર કચેરી સુધી સમસ્યાથી સમાધાન સુધી ભવ્ય યાત્રા યોજવામાં આવી
ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા સમસ્યાથી સમાધાન સુધી ભવ્ય યાત્રા કાઢવામાં આવી હતી. જે યાત્રા ભાવનગરના વરતેજ થી શરૂ કરી નીલમબાગ સર્કલ, જશોનાથ ચોક થઈને જિલ્લા કલેકટર કચેરી ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ યાત્રામાં ભાવનગર જિલ્લા, તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.