ઈકરા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનો વેઇટલિફ્ટિંગમાં દબદબો ૨૭ મેડલ જીતી શાળાનું ગૌરવ વધાર્યુંકેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ અને સુરતના મેયરના હસ્તે વિજેતા ખેલાડીઓનું સન્માન કરાયુંસુરત:
સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) અંતર્ગત યોજાયેલી વર્ષ ૨૦૨૬-૨૭ની જિલ્લા કક્ષાની "વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ" પ્રતિયોગિતામાં ઈકરા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ અભૂતપૂર્વ પ્રદર્શન કરીને શાળા તેમજ સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં શાળાના ખેલાડીઓએ પોતાની તાકાત અને કૌશલ્યનું શાનદાર પ્રદર્શન કરતા કુલ ૨૭ મેડલ પોતાના નામે કર્યા છે.ઈકરા હાઈસ્કૂલના હોનહાર વિદ્યાર્થીઓએ આ ચેમ્પિયનશિપમાં ૧૧ ગોલ્ડ, ૯ સિલ્વર અને ૭ બ્રોન્ઝ મેડલ હાસલ કર્યા છે. આ શાનદાર પ્રદર્શનના જોરે શાળાની ૫ વિદ્યાર્થીનીઓ અને ૧ વિદ્યાર્થી સહિત કુલ ૬ ખેલાડીઓ સ્ટેટ લેવલ (રાજ્ય કક્ષા) માટે પસંદગી પામ્યા છે.વિદ્યાર્થીઓની આ ઐતિહાસિક સિદ્ધિને બિરદાવવા માટે એક વિશેષ સન્માન સમારોહનું
Udhna, Surat | Sep 18, 2026