કાલોલ: વોર્ડ નં -3 માં હલકી ગુણવત્તા વાળું અને લેવલ વગરનું નવા રોડનું કામ થતાં સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કરી કામ અટકાવ્યું
આજરોજ સાંજે છ કલાકે મળતી માહિતી મુજબ કાલોલના વોર્ડ નંબર ત્રણમાં હલકી ગુણવત્તા વાળું અને લેવલ વગરનું કામ નગરપાલિકા દ્વારા કરવામાં આવતું હોવાના કારણે સ્થાનિકો કામ અટકાવ્યું છે.કાલોલ નગરપાલિકા વિસ્તારમાં નાગરિકોને વધુ સારી માર્ગ સુવિધા ઉપલબ્ધ કરવા માટે પાલિકા તંત્ર દ્વારા વિવિધ વિકાસલક્ષી કામો ને મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં અંદાજિત રૂપિયા 2.10 કરોડના ખર્ચે સીસી ટ્રીમિક્સ રોડના નિર્માણ માટે ટેન્ડરો મંજૂર કરવામાં આવ્યા છે