શહેરા: શહેરામાં પરિણીત મહિલાઓએ પતિના દીર્ઘાયુ માટે વટ સાવિત્રી વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી
શહેરા નગર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પરિણીત મહિલાઓએ પતિના દીર્ઘાયુ માટેનું વટ સાવિત્રી વ્રતની શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરી હતી. વહેલી સવારથી જ પરિણીત મહિલાઓ સોળે શણગાર સજી, પૂજાપો લઈને શહેરામાં આવેલા વડલા નીચે વડના ઝાડ પાસે ઉમટી પડી હતી,જ્યાં મહિલાઓએ સામૂહિક રીતે પૂજા-અર્ચના કરી વડના ઝાડને જળ અર્પણ કરી, સૂતરના તાંતણા વડને વીંટાળીને પરિક્રમા કરી હતી.