હાલોલ: તાજપુરા ખાતે ગુરુ પૂર્ણિમાને લઈ ભક્તોનું મહેરામણ ઉમટ્યું,બ્રહ્મલીન નારાયણ બાપુજીની સમાધિએ લાખો શ્રદ્ધાળુઓએ શિશ નમાવ્યું
હાલોલ તાલુકાના તાજપુરા સ્થિત વિશ્વપ્રસિદ્ધ નારાયણ ધામ ખાતે આજે બુધવારના રોજ ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ અત્યંત શ્રદ્ધા, ભક્તિ અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ તાજપુરા આવી પહોંચ્યા હતા અને બ્રહ્મલીન પૂજ્ય નારાયણ બાપુજીની સમાધિના દર્શન કરી ગુરુ પ્રત્યે પોતાની અડગ આસ્થા વ્યક્ત કરી હતી.