આણંદ શહેર: એન.એસ.પટેલ આર્ટ્સ (ઑટોનોમસ) કોલેજ, આણંદનો 55મો વાર્ષિકોત્સવ અને સન્માન સમારંભ યોજાયો
સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એન. એસ. પટેલ આર્ટ્સ (ઑટોનોમસ) કોલેજ, આણંદનો 55 મો વાર્ષિકોત્સવ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને મંત્રીશ્રી ડો. બી. એન. પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.કાર્યક્રમનો પ્રારંભ મંગલ પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે કોલેજના આઈ.ક્યુ.એ.સી.ના કો- ઓર્ડીનેટર ડો. આશવભાઈ પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું