વલસાડ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે તાજિયા વિસર્જનનું જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું. શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 46 તાજિયા જુલુસ નીકળ્યા હતા, જેમાં 23 મોટા તેમજ અન્ય નાના તાજિયાઓ સામેલ રહ્યા હતા.
વી.ઓ. :
વલસાડના ઈસ્ટ રેલવે યાર્ડ, સુધાનગર, ધોબીતળાવ, ગ્રીન પાર્ક સહિતના વિવિધ વિસ્તારોમાંથી તાજિયા જુલુસ નીકળ્યા હતા. આ જુલુસ વલસાડના આઝાદ ચોક, પારસીવાડા માર્ગ થઈ ઔરંગા નદી સુધી પહોંચ્યા હતા જ્યાં તાજિયાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુરક્ષા વ્યવસ્થામાં વલસાડ સીટી પોલીસ, LCB, SOG સહિત અન્ય પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ તૈનાત રહ્યા હતા.
વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા, DYSP, SOG PI તેમજ CITY PI સહિતના અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા અને સમગ્ર જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો.
સ્લગ :
મોહરમ પર્વે વલસાડમાં શાંતિપૂર્ણ રીતે તાજિયા વિસર્જન
Valsad, Valsad | Jun 27, 2026