નાનાપોંઢાના મોટી વહિયાળ ગામેમાં ઘરના રસોડામાં ઉંદરના દરમાંથી એકસાથે ૨૨ બે મોઢાની ચાકરણ સાપનું સફળ રેસ્કયૂ કરાયું
વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકામાં આવેલા મોટી વહિયાળ ગામના ચીંચપાડા ફળિયામાં એક ઘરના રસોડામાંથી વિપુલ સંખ્યામાં સાપ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી..વાઈલ્ડલાઈફ રેસ્કયૂ ટ્રસ્ટની ટીમે ભારે જહેમત બાદ રસોડામાં ખોદકામ કરીને નર-માદા સહિત કુલ ૨૨ સાપના પરિવારને સહી-સલામત મુક્ત કરાવી વનવિભાગના માર્ગદર્શન હેઠળ કુદરતી આવાસમાં છોડ્યા હતા..મોટી વહિયાળ ગામના ચીંચપાડા ફળિયામાં રહેતા સુભાષભાઈ હરેશભાઈ ઉજાલના ઘરના રસોડામાં આવેલા ઉંદરના દરમાં 'ચાકરણ' (મુઢુળિયું) પ્રજાતિના સાપનું એક નાનું બચ્ચું જોવા મળ્યું હતું. ઘરના સભ્યોએ તાત્કાલિક આ અંગે 'વાઈલ્ડલાઈફ રેસ્કયૂ ટ્રસ્ટના નાનાપોંઢા વિભાગના સભ્ય દિનેશભાઈ આર. વાયાડને જાણ કરી હતી.
દિનેશભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિની ગંભીરતા જોઈને સંસ્થાના અન્ય રેસ્કયૂઅર �
Valsad, Valsad | Jun 27, 2026