દાહોદ જિલ્લામાં 12 નોન-ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓની માન્યતા રદ
બિલ્ડિંગ-મેદાનથી લઈને પાંખી હાજરી અને પ્રાથમિક-ભૌતિક સુવિધાઓનો અભાવ
આદિવાસી બહુલ દાહોદ જિલ્લામાં માધ્યમિક શિક્ષણની ગુણવત્તા અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. નિર્ધારિત માપદંડો, નિયમો અને શૈક્ષણિક ધોરણોમાં ખરા ઊતરી ન શકતી જિલ્લાની 12 નોન-ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ સામે તંત્ર દ્વારા માન્યતા રદ કરવાની કડક કાર્યવાહી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે.
દાહોદ જિલ્લામાં શિક્ષણ વિભાગ હાથ ધરાયેલી ચકાસણી દરમિયાન 12 નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ગંભીર ત્રુટીઓ બહાર આવી હતી. તપાસમાં વિદ્યાર્થીઓની નહિવત્ અથવા પાંખી હાજરી, બોર્ડની પરીક્ષાઓમાં સતત નિરાશાજનક અને નબળું પરિણામ, તેમજ યોગ્ય બિલ્ડિંગ અને રમતગમતના મેદાન જેવી પ્રાથમિક ભૌતિક સુવિધાઓનો સ્પષ્ટ અભાવ જોવા મળ્યો હતો. સાથે જ કેટલીક શાળાઓમાં શિક્ષણ બોર્ડની જોગવાઈઓ તેમજ વહીવટી પરિપત્રોના પાલનમ
Dohad, Dahod | Sep 20, 2026