દાહોદ જિલ્લામાં માછણ ડેમ 100 ટકા ભરાયો
ઉપરવાસમાં સારા વરસાદને પગલે માછણ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. પાણીની આવક વધતા માછણ ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 100 ટકા સુધી ભરાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ માછણ ડેમની મહત્તમ જળસપાટી 277.65 મીટર છે અને હાલમાં ડેમની જળસપાટી પણ 277.65 મીટર સુધી પહોંચી ગઈ છે. વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધતાં જળસંગ્રહમાં નોંધપાત્ર વધારો થયો છે.
ડેમ 100 ટકા ભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં ડેમમાં સંગ્રહિત પાણી સિંચાઈ તેમજ પીવાના પાણીની જરૂરિયાત માટે ઉપયોગી બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Dohad, Dahod | Sep 20, 2026