ફતેપુરા મંડળીના ચેરમેન અશ્વિન પારગી ભ્રષ્ટાચાર કેસમાં પદભ્રષ્ટ:ભાજપ પ્રદેશ આદિજાતિ મોરચાના પૂર્વ ઉપપ્રમુખ સામે ACB માં ગુનો નોંધાયા બાદ કાર્યવાહી
દાહોદ જિલ્લાના ફતેપુરા મોટાકદની ખેતી વિષયક વિવિધ કાર્યકારી સહકારી મંડળીમાં ભ્રષ્ટાચાર મામલે દાહોદ જિલ્લા રજિસ્ટ્રારે લાલ આંખ કરી છે. ACB માં ગંભીર ગુનો નોંધાયા બાદ તાત્કાલિક આદેશ જારી કરીને ચેરમેન અશ્વિન પારગીને પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે તથા શંકાસ્પદ કામગીરીને પગલે સમગ્ર સંચાલક મંડળને ડિસક્વોલિફાઇડ કરવાનો આદેશ કરાયો છે.
અશ્વિન પારગી ભાજપ પ્રદેશ આદિજાતિ મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અને ફતેપુરાના પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે. તેમની સામે ACB પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ વાવડીપૂર્વના અરજદાર કલ્પેશ પારગીએ રજૂઆત કરી હતી. જિલ્લા રજિસ્ટ્રારે મંડળી તંત્ર પાસે ખુલાસો માંગ્યા બાદ રાજકીય વગ ધરાવતા નેતા સામે આ આકરું પગલું ભરવામાં આવ્યું છે. મંડળીના સંચાલન પર નજર કરીએ તો વર્ષ ૨૦૧૫ પછીથી અત્�
Dohad, Dahod | Sep 20, 2026