રાપર: ચિત્રોડ સામખિયાળી હાઈવે પર ચાલતા ટ્રેલરમાં ભીષણ આગ: ચાલકનો આબાદ બચાવ
Rapar, Kutch | Apr 6, 2026 રાપર તાલુકાના ચિત્રોડ અને મેવસા ગામ નજીક નેશનલ હાઈવે-27 પર એક માલવાહક ટ્રેલરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં ટ્રેલર ચાલક અને અન્ય એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે.રાધનપુર તરફથી આવી રહેલા ટ્રેલર માં સામખિયાળી કોરિડોર પર અચાનક કેબિનના ભાગમાં આગ લાગી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે.