ગાંધીનગર: 76 માં ગણતંત્ર દિવસમાં દિલ્હી ખાતેની પરેડમાં ગુજરાતના ટેબ્લો પ્રથમ નંબર આવતા એવોર્ડ આપવામાં આવ્યો
નવી દિલ્હીમાં રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાતેના ઝંકાર હોલમાં ટેબ્લો અંગે એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય રક્ષા રાજ્ય મંત્રી સંજય શેઠના હસ્તે ગુજરાત સરકાર વતી વિજેતા ટ્રોફી તથા પ્રશસ્તિપત્ર મુખ્યમંત્રીના સચિવ તેમજ માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ અવંતિકા સિંધ ઔલખે સ્વીકાર્યું હતું. આ પ્રસંગે માહિતી નિયામક કે.એલ.બચાણી તથા સંયુક્ત નિયામક ડો. સંજય ક્ચોટ ઉપસ્થિત રહ્યા હતા.