સુરતના ભટાર આઝાદનગર નજીક આવેલ "સુમન પાર્થ" આવાસમાં રહેવાસીઓની ભારે નારાજગી. છેલ્લા 4 વર્ષથી પાણી લીકેજની સમસ્યાથી લોકો ત્રસ્ત. અનેક ફ્લેટોમાં છત અને દીવાલોમાંથી પાણી ટપકતા રહેવાસીઓ મુશ્કેલીમાં. પોતાના જ ફ્લેટમાં પાણી લીકેજ જોવા મળતા લોકો પરેશાન, રોજિંદા જીવન પર અસર. બિલ્ડિંગની જર્જરિત હાલતને કારણે સ્ટ્રક્ચરલ સલામતી સામે પણ સવાલો ઊભા. રહેવાસીઓનો આક્ષેપ SMCમાં અનેક રજૂઆતો અને ઓનલાઈન ફરિયાદો છતાં સમસ્યાનો ઉકેલ નહીં. અધિકારીઓ સ્થળ મુલાકાતે આવે છે, પરંતુ કોઈ અસરકારક કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ. સતત લીકેજને કારણે બિલ્ડિંગને લાંબા ગાળે નુકસાન થવાની ભીતિ. રહેવાસીઓની ચીમકી – માંગણીઓ નહીં સંતોષાય તો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરશે. SMCની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે.
#SuratNews #Bhatar #WaterLeakage #SMC #HousingIssue #BreakingNews #GujaratNews #LocalNews #ResidentsProtest #Infrastructure #BuildingLeakage #PublicGrievance #LatestNews #CurrentAffairs #HotlineNews #SuratUpdate #HousingSociety #CivicIssue #NewsUpdate #TrendingNews
Udhna, Surat | Jun 23, 2026