શહેરા: શહેરાની ગઝનવી મસ્જિદ પાસે છેલ્લા 15 દિવસથી સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં
શહેરાની ગઝનવી મસ્જિદ પાસે છેલ્લા 15 દિવસથી સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં છે. લાઈટ બંધ હોવાના કારણે સમગ્ર ગઝનવી મસ્જિદ વિસ્તારમાં રાત્રે અંધારપટ જેવો માહોલ સર્જાયો છે. વિસ્તારના અનેક લોકોએ નગરપાલિકાને જાણ કરવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકોની માંગ છે કે, નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે ગઝનવી મસ્જિદ પાસેની સ્ટ્રીટ લાઈટ ચાલુ કરી લોકોને અંધારામાંથી મુક્તિ અપાવવામાં આવે.